કંડલામાં પ્રથમ વખત ગ્લાસ બનાવવાના સોડા એશનો જથ્થો તુર્કીથી આયાત કરાયો
copy image

કંડલા પોર્ટમાં પ્રથમ વખત તુર્કીથી ગ્લાસ બનાવવાના સોડા એશનો જથ્થો આવેલ છે. કંડલામાં એમવી ડોગાન જહાજ મારફતે જથ્થાબંધ સોડા એશનો પ્રથમ આયાત માલ મળેલ હતો. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ આ જહાજ ગત તા. 23/11ના કંડલાની કાર્ગો જેટી નંબર 1 પર બર્થ કર્યું હતું. જહાજ જોશી ઈન્ટરનેશનલ પ્રા. દ્વારા આયાત કરવામાં આવેલ 20,000 મેટ્રીક ટન સોડા એશ આ જહાજથી પોર્ટમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે, આ જથ્થો તુર્કીથી આયાત કરવામાં આવેલ છે.