કચ્છનાં પ્રવેશદ્વાર ગણાતા સામખિયાળી-માળિયા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થતાં વાહનચાલકોને હાલાકી : 20 મિનિટનું અંતર કાપતા થયા પાંચ કલાક

copy image

copy image

કચ્છનાં પ્રવેશદ્વાર ગણાતા સામખિયાળી-માળિયા નેશનલ હાઇવે પર હરીપર પાસેનો રેલ્વે ઓવરબ્રિજ તોડવામાં આવતા છેલ્લા ચાર દિવસથી સતત ટ્રાફિકજામ થઈ રહ્યો છે. ગત શુક્રવારના દિવસે આ નેશનલ હાઇવે પર 20 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગત શુક્રવારના દિવસે આ નેશનલ હાઇવે પર 20 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા  20 મિનિટનું અંતર કાપતા પાંચ કલાક થયા હતા. પરીણામે ઇંધણ અને સમયના વ્યયથી રાષ્ટ્રને મસમોટું નુકશાન થઈ રહ્યું છે. અમદાવાદ જવા માટે પોલીસ દ્વારા રાધનપુર તરફ થઇને જવાની અપીલ કરાઈ છે પરંતુ સૌરાષ્ટ્રમાં જવા માટે તો માળિયા થઇને જ જવું પડે છે. સામખિયાળી-માળિયા નેશનલ હાઇવે પર દરરોજના 40 હજાર નાના-મોટા વાહનોની અવરજવર છે. અહીં હરિપર પાસે રેલવેબ્રિજનું સમારકામ કોઈ પણ જાતના આયોજન વગર શરૂ કરી દેવાયું છે જેથી હજારો વાહનો ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે. ગત શુક્રવારે સ્થાનિકેથી ટ્રાફિકજામ બાબતે વાહનચાલકોએ જણાવ્યું કે,આ નેશનલ હાઇવે પર કચ્છથી બહાર જતા 20 કિલોમીટરનું અંતર કાપવા માત્ર 20 મિનિટ થાય પરંતુ 20 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થતા કચ્છથી બહાર નીકળવામાં 5 કલાક થયા હતા.  નિશંદેહ આ સમારકામ કે નવીનીકરણ જરૂરી હતું પણ વૈકલ્પિક વ્યવસ્થાનો પતો નથી અને નથી કોઈ તંત્ર ત્યાં ટ્રાફિક નિયમન માટે જે પણ એક હકીકત છે. કચ્છથી  અમદાવાદ જવા ટ્રાફિકથી બચવું હોય તો રાધનપુર માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે પરંતુ સૌરાષ્ટ્ર જવા એકમાત્ર આ રસ્તો છે જેથી ટ્રાફિકમાં પરેશાન થયા વગર કોઈ વિકલ્પ નથી.

ટોલ ટેક્સમાં છૂટ આપવા માંગ કરાઈ

નેશનલ હાઇવે હોવા છતાં પાંચ-પાંચ કલાક સુધી ટ્રાફિકજામમાં હેરાન થયા હોય તો પછી ટોલટેક્સ કેમ ચૂકવીએ ? તેવો સવાલ વાહન ચાલકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત જ્યાં સુધી ટ્રાફિકજામ યથાવત રહેવાનો છે એ સમયગાળા દરમિયાન ટોલ ટેક્સમાં રાહત આપવા માંગ કરવામાં આવી રહી છે.