ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા પાંચ ખેલીઓને ઝડપી પાડતી આદિપુર પોલીસ

copy image

copy image

આદિપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંતરજાળ ગામના બસ સ્ટેશનની પાછળ આવેલ કેબિનની આગળની જાહેર જગ્યામાં અમુક ઈશમો ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા પાંચ ખેલીઓને રોકડા રૂ.4400 સાથે ઝડપી પાડ્યા હતા.

પકડાયેલ શખ્સો :

  1. પ્રકાશપુરી ધિરાજપુરી ગુંસાઈ ઉ.વ.53 રહે અંતરજાળ
  2. વેલાભાઈ માનશીભાઇ પરમાર ઉ.વ.58 રહે અંતરજાળ
  3. શંભુભાઈ રૂડાભાઇ સિંઘવ ઉ.વ. 32 રહે અંતરજાળ
  4. વજાભાઈ કાનાભાઇ અવાડિયા ઉ.વ.52 રહે અંતરજાળ
  5. કાનજીભાઇ પચાણભાઈ મ્યાત્રા ઉ.વ.57 રહે અંતરજાળ