મુંદ્રા ખાતે આવેલ બારોઈમાંથી 35 હજારનો દારૂ ઝડપાયો

copy image

મુંદ્રા ખાતે આવેલ બારોઈમાં ગેરકાયદેસર રીતે રાખવામા આવેલ શરાબની 84 બોટલ પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ શોધી કાઢેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ મુંદ્રા ખાતે આવેલ બારોઈમાં ગેરકાયદેસર રીતે રાખવામા આવેલ રૂા.35,040 કિંમતની શરાબની 84 પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ હસ્તગત કરી લીધી હતી. જો કે, આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. મળેલ માહિતી અનુસાર, પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે હાથ ધરવામાં આવેલ તપાસમાં બારોઈના જયેન્દ્રસિંહ ઉર્ફે જીગો નટુભા રાઠોડના કબ્જામાં રહેલા ખારી-મીઠી મહાદેવ મંદિરવાળા માર્ગ પરના ફાર્મ હાઉસની દીવાલ પાછળ ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારના દારૂનો જથ્થો મળી આવેલ હતો. મળેલ મુદ્દામાલ હસ્તગત કરી નાસી છૂટેલ આરોપી સામે ગુનો નોંધી શરાબનો જથ્થો મુંદ્રા પોલીસ મથક ખાતે સોંપવામાં હતો.