પાકિસ્તાનના કરાચીના શોપિંગ મોલમાં આગ ભભૂકી ઉઠી :  9 લોકોના મોત

copy image

પાકિસ્તાનના કરાચીમાં આવેલ આરજે મોલમાં આજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગના આ બનાવમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત નિપજ્યાં છે. આ સિવાય 1 વ્યક્તિ ઘાયલ થયેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર કરાચીમાં સ્થાનિક હોસ્પિટલ અને પોલીસના અધિકારીઓ દ્વારા જાણવા મળેલ કે હોસ્પિટલોમાં નવ મૃતદેહો લાવવામાં આવેલ છે. આઠ મૃતદેહોને જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર JPMC અને એક મૃતદેહ કરાચી (CHK) સિવિલ હોસ્પિટલ લાવવામાં આવેલ હતા.