વહીવટી તંત્રની બેદરકારી : મુખ્યમંત્રી હેલિકોપ્ટરની રાહ જોતાં રહ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગત દિવસે પીરાણા ખાતે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવવા માટે ગાંધીનગરના સચિવાલય હેલીપેડથી ઉડાન ભરવાના હતા પરંતુ હેલિકોપ્ટર ન આવતા તેઓને રોડ માર્ગે 33 કિ.મી.નો પ્રવાસ કરવાની ફરજ પડી હતી. આ બનાવમા વહીવટી તંત્રની લાપરવાહી સામે આવતા કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી સચિવાલયમાં અધિકારીઓની તાબડતોબ બેઠક બોલાવી હતી. આ કાર્યક્રમમાં જવા માટે અગાઉ જ મુખ્યમંત્રી કાર્યાલય ગુજરાત સરકારની એજન્સી ગુજસેલને જાણ કરવામાં આવેલ હતી પરંતુ ગુજસેલના અધિકારીઓ આ ટ્રીપ આપવાનું ભૂલી ગયા અને તેમના દ્વારા હેલિકોપ્ટરની વ્યવસ્થા જ કરવામાં આવેલ ન હતી. સરકારી વહીવટી તંત્રની બેદરકારી સામે આવતા મુખ્યમંત્રી અકળાયા હતા અને કાર્યક્રમ પૂર્ણ કરી બાદ સીધા ગુજસેલની ઓપરેશનલ ટીમને અને પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જે બેઠકમાં નીતિન સાંગવાન અને પ્રવાસન વિભાગના સચિવ હરિત શુક્લન તાકીદની બેઠક માટે બોલાવ્યા હતા.