માંડવીમાં 20 વર્ષથી બંધ પડી રહેલ વહાણમાં 13  દિવસ બાદ ફરી એક વાર ફરી આગ ફાટી નીકળી

copy image

 

માંડવીમાં 20 વર્ષથી બંધ પડી રહેલ વહાણમાં દિવાળીના દિવસે આગ લાગ્યા બાદ 13 દિવસ પશ્ચાત એક વાર ફરી આગ ભભૂકી ઉઠી હતી, જો કે, બનાવની જાણ થતાં ફાયર શાખાએ તાબડતોબ  ઘટનાસ્થળે જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો.  પોર્ટ ઓફિસની કોલોનીના પાછળના ભાગે નદીના પટમાં વેરાવળના ખારવા વિઠ્ઠલભાઈના એમ.એસ.વી. હરિઓમ વીઆરએલ 5240 નંબરના લગભગ 300 ટનની ક્ષમતા ધરાવતા વહાણમાં બપોરના અરસામાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. આગનો  આ બનાવ કઈ રીતે બન્યો તે સામે આવ્યું નથી.