ભચાઉના બે બુટલેગર રાજકોટ તથા અમદાવાદ મધ્યસ્થ જેલના હવાલે

jail_bars

copy image

copy image

ભચાઉ ઉપરાંત અન્ય વિસ્તારોમાં દારૂના અલગ અલગ ગુનાઓમાં અનેક વખત પોલીસ ચોપડે નોંધાયેલ બે લિસ્ટેડ બુટલેગરને  ઝડપી પાડવામાં આવ્યા છે. એલ.સી.બી. દ્વારા બુટલેગર ભગીરથાસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા રહે, બાપુનગર ભચાઉ તેમજ ધર્મેન્દ્રાસિંહ ઉર્ફે શિવમાસિંહ નરેન્દ્રાસિંહ જાડેજા રહે, રામવાડી, જલારામ મંદિરની બાજુમાં, ભચાઉ વિરૂદ્ધ ભચાઉ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનાઓ નોંધાયેલ હોઇ તેઓ વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટર કચ્છ સમક્ષ મોકલવામાં આવેલ હતી. આ દરખાસ્ત મંજુર રાખી કલેક્ટર દ્વારા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવેલ હતું. જેથી આ બન્ને શખ્સોની ધરપકડ કરી રાજકોટ જેલ તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવમાં આવેલ  હતા.