જમીનમાં દાટેલી રૂ.94 હજારની દારૂની 252 બોટલ શોધી કાઢતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ

copy image

ગાંધીધામમાથી સ્થાનિક એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને જમીનમાં દાટેલી અંગેજી દારૂની 252 બોટલ શોધી કાઢેલ હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં ત્રણ આરોપી પોલીસના હાથમાં આવેલ ન હતા. મળેલ માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના ઈન્દીરાનગરમાં નીતાબેન કોળીના કબ્જાની ઓરડીઓની પાછળ ખુલ્લા પ્લોટમાં બાવળની ઝાડીઓની આડસમાં વિદેશી દારૂની બોટલો જમીનમાં દાટી રાખી તેનું વેચાણ થઈ રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી દરમ્યાન જમીનમાં ખોદીને કાંઈ દાટવામાં આવેલ હોવાનું જણાતા પોલીસે અહીંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નં.252 જપ્ત કરી હતી. પકડાયેલા આ જથ્થાની કિં. રૂા. 94,500 આંકવામાં આવેલ હતી. તમામ મુદ્દામાલ કબ્જે કરી પોલીસના હાથમાં ન આવેલ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.