ભુજમાં યુવાનને છરીનો ઘા ઝીંકી મોબાઇલની લૂંટ કરી આરોપી ફરાર

copy image

પોલીસને બાતમી આપવાનું મનદુ:ખ રાખી યુવાનને છરી મારીને મોબાઇલની લૂંટ ચલાવાયાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે. આ મામલે દાદુપીર રોડ મધ્યે રહેતા 22 વર્ષીય યુવાન નિઝામ રમજુ મોખા દ્વારા નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે બપોરના અરસામાં ખાસરાના મેદાન પાસે આરોપી સદ્દામ ઉર્ફે બાલુ મીઠુ સનાએ ફરિયાદીને ગાળો આપી તું મારી પોલીસમાં બાતમી કેમ આપે છે કહીને હાથમાં છરી મારી હતી, જેથી ફરિયાદીનો હાથમાંનો મોબાઇલ નીચે પડી જતાં આરોપી મોબાઇલ પલાયન થઈ ગયેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.