ભુજ શહેરના નવા રેલવે મથકે કામ દરમ્યાન વીજ શોક લાગતાં 22 વર્ષીય યુવાનનું મોત

copy image

ભુજના નવા રેલવે મથકનું નવ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે વાયરીંગની કામગીરી દરમ્યાન ભુજના 22 વર્ષીય યુવાનને વીજશોક લાગતાં તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર વાયરીંગની કામગીરી દરમ્યાન ભુજના 22 વર્ષીય અનશ હબીબ પઠાણને વીજળીનો કરંટ લાગતે તેનું મૃત્યું થયું હતું. સંજોગનગરમાં રહેતો અનશ પઠાણ કોન્ટ્રાક પર વાયરિંગનું કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન બપોરના બે વાગ્યાના અરસામાં વાયરિંગના કામ દરમ્યાન તેને વીજળીનો કરંટ લાગ્યો હતો આથી તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત કર્યો હતો.