ભચાઉ તાલુકાના વામકા પાસે 3.3ની તીવ્રતાના કંપનથી ધરતી ધ્રૂજી ઉઠી

copy image

કચ્છ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ભૂસ્તરીય સળવળાટ વધ્યો હોય તેમ ભચાઉના વામકા પાસે 3.3ની તીવ્રતાના કંપનથી ધરતી ધ્રૂજી ઉઠી હોવાનું સામે આવી રહ્યું છે. ગત રવિવારના રાત્રે 9.54 કલાકે ભચાઉથી 19 કિલોમીટર દૂર આ કંપન અનુભવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા જાણવા મળેલ હતું. સૂત્રો દ્વારા મળતિ માહિતી મુજબ, આ હળવા આંચકાનું કેન્દ્રબિંદુ વામકા નજીક નોંધાયું છે.