કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા કેનેડાઈ હિન્દુઓને ધમકાવવાનો પ્રયાશ : ફરી તીરંગાનું અપમાન
કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા ફરી એક વખત કેનેડાઈ હિન્દુઓને ધમકાવવાના પ્રયાશ સાથે મંદિરને ઘેરી લેતાં ભારતીય તિરંગાનું અપમાન કરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત દિવસે મોડી સાંજના અરસામાં ખાલિસ્તાન સમર્થકો ટોરંટોમાં મિસિસોગા સ્થિત કાલિબારી મંદિરમાં પહોંચ્યા હતા. મંદિરને ઘેરીને ભારત વિરોધી દેખાવો શરૂ કરી દીધેલ હતા. ખાલિસ્તાનીઓની આ હરકતથી કેનેડામાં વસતા હિન્દુઓ તેમજ ભારતીય સમુદાયમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. ખાલિસ્તાની સમર્થકો ભારતીય હિન્દુઓને સમર્થન આપવાની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ ખાલિસ્તાનના આંદોલનને દબાવવાના આક્ષેપ પણ ભારતીય સમુદાય પર કરી રહ્યા છે.