મનની શુદ્ધિ માટે આવતા શ્રાદ્ધાળુઓ સફાઈ પ્રત્યે બેદરકાર : પાંચ દિવસમાં જંગલ અને તળેટી વિસ્તારમાં 150 ટન પ્લાસ્ટિક સહિતનો કચરો ફેંકાયો

copy image

copy image

હાલના સ્મયમાં ચાલી રહેલ ગિરનારની પાંચ દિવસીય લીલી પરિક્રમા વિધિવત રીતે પૂર્ણ થઈ છે, પરંતુ આ પાંચ દિવસમાં જંગલ અને તળેટી વિસ્તારમાં 150 ટન પ્લાસ્ટિક સહિતનો કચરો ફેકાયો હોય તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. તેને સંપૂર્ણ સફાઈ, સ્વચ્છ કરવા માટે હજુ એક મહિનો નીકળી જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહયું છે. જયારે હાલ ભવનાથ તળેટીને સ્વચ્છ કરવા 150 જેટલા સફાઈક ર્મીઓ કામે વળગી ગયા છે. સ્વચ્છતા જાળવવા અનેક અપીલો કરવા છતાં લોકો આ પ્રત્યે બેદરકાર છે તેવું દેખાઈ રહ્યું છે. આ વર્ષે 13.40 લાખ ભાવિકોએ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરેલ છે, ત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં ગીરી તળેટી વિસ્તાર અને જંગલ વિસ્તારમાં કચરાના અને ગંદકીના ઢગ ખડકાયા છે, હાલમાં જૂનાગઢ મહાપાલિકા દ્વારા ભીનો કચરો એકત્ર કરીને તેને દુર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, મહાપાલિકાની સેનીટેશન ટીમ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. ભવનાથ તળેટી વિસ્તારમાં 150 જેટલા સફાઈ કામદાર દ્વારા સફાઈનું કામ શરૂ કરી દેવાયું છે, જેમાં અત્યાર સુધીમાં રાવટીઓ, આશ્રામો, ઉતારા અને કોમર્શિયલ વિસ્તારમાંથી 90 ટન જેટલો ભીનો અને સુકા કચરાનો નિકાલ કરવામાં આવેલ છે, હજુ 70 ટન જેટલો કચરો હોવાનુ અનુમાન મેળવાયુ છે, ભવનાથને સંપૂર્ણ સ્વચ્છ કરવા હજુ 3 થી 4 દિવસ થઈ જશે તેવું જાણવા મળી રહ્યું છે. હાલ સવારથી રાત સુધીમાં બે સીફ્ટમાં સફાઈકર્મીઓ 10 જેટલા વાહનો-સાધનો સાથે કામગીરી કરી રહ્યા છે.જયારે ગીરનાર જંગલના રૂટ ઉપર અંદાજે 25 ટન જેટલો કચરો હોવાનો અંદાજ મેળવાયો છે, જેને સંપૂર્ણ સાફ કરવામાં એક માસ જેવો સમય લાગી જશે.