અંજાર ખાતે આવેલ મોટી નાગલપરમાં બેટરી અને વાયર ચોરીને અંજામ આપનાર બે શખ્સ પોલીસની ગિરફ્તમાં

copy image

અંજાર ખાતે આવેલ મોટી નાગલપરમાં ભેડિયા પરથી બેટરી અને વાયર ચોરીને અંજામ આપનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મોટી નાગલપરમાં ગત તા. 6-11 થી 7-11 દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો. જે મામલે વિશનજી ધનજી હડિયાએ ગત તા. 25-11ના પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી અને આ ચોરીને અંજામ આપના બે શખ્સની અટક કરેલ છે. પોલીસે આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.