છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરીના મામલે મોટો ખુલાસો : કરોડો રુપિયાના કૌભાંડના મુદ્દે પૂર્વ IAS અધિકારી ની ધરપકડ

scam

copy image

copy image

છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરીના મામલે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. કરોડો રુપિયાના કૌભાંડના મુદ્દે હવે પૂર્વ IAS અધિકારી બીડી નીનામાની ધરપકડ કરાઈ છે. છોટાઉદેપુરમાં કાગળ પર ખોટી સરકારી કચેરી ઉભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવેલ હોવાનો ખુલાસો થયો છે. અત્રે નોંધનીય બાબત છે કે, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં બોગસ સિંચાઇ ઓફિસ ઉભી કરી કરોડો રુપિયાના કૌભાંડ મુદ્દે દાહોદ પોલીસે પૂર્વ IAS અધિકારીની ધરપકડ કરી છે.  2019માં બીડી નિનામા પ્રયોજન ઓફિસર હતા. દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં બોગસ સિંચાઇ ઓફિસ ઉભી કરાયા પશ્ચાત બોગસ સિંચાઇ ઓફિસમાં કરોડો રુપિયા ચૂકવવામાં આવેલ હતા. આ મામલે પોલીસે 2 ઈશમોની ધરપકડ કરી તપાસ આરંભી  હતી. જેમાં હવે આ તરફ દાહોદ જિલ્લામાં બોગસ ઓફિસ ઉભા કરીને 18 કરોડનું કૌભાડ આચર્યું હોવાનો ખુલાસો થયો છે. ઉપરાંત દાહોદ જિલ્લામા અડધો ડઝન બોગસ સરકારી કચેરી ખોલી સંદીપ રાજપુતે કૌભાંડની શરૂઆત કરી હોવાની પણ વિગતો પણ બહાર આવી રહી છે. જેના આધારે પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે.