ચીનની રહસ્યમય બીમારીથી સાવધાન : કેન્દ્ર સરકાર દ્વારા ફેફસામાં ફેલાતી રહસ્યમય બીમારીને લઈને એલર્ટ જાહેર

copy image

કેન્દ્ર સરકાર દ્વારા ફેફસામાં ફેલાતી રહસ્યમય બીમારીને લઈને એલર્ટ જાહેર કરી દેવાયું છે. ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા આરોગ્ય વિભાગને શ્વાસ સંબંધી રોગોના દર્દીઓ માટે સતર્ક રહેવા માટે સૂચના આપેલ છે. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભારતમાં હજુ સુધી ચીનની રહસ્યમય બીમારીના એક પણ કેસ સામે આવેલ નથી. રાજ્ય સરકારોએ પણ માર્ગદર્શિકા જારી કરી લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાના સૂચનો કર્યા છે. બાળકોની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા માટે સૂચનો કરાયા છે. જાણવા મળી રહ્યું છે કે આ રહસ્યમય રોગ બાળકોને સૌથી વધુ અસર કરી રહ્યો છે. ભારે તાવ સાથે ફેફસાં ફૂલી જવાની આ બીમારીને કારણે દરરોજ સાત હજાર જેટલાં બાળકો હોસ્પિટલના દરવાજે પહુંચે છે.