ગાંધીધામ ખાતે આવેલ ગળપાદર પાસેની ખાનગી કંપનીમાંથી 46 વર્ષીય આધેડ મૃત હાલતમાં મળી આવ્યા

body-150x150-2

copy image

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદર નજીક આવેલ લક્ષ્મી ઈમ્પેક્સમાંથી 46 વર્ષીય આધેડ મૃત હાલતમાં મળી આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર  ગાંધીધામ ખાતે આવેલ ગળપાદર નજીક લક્ષ્મી ઈમ્પેક્સમાં આ શખ્સ બેભાન હાલતમાં મળી આવતા તેમણે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે રામબાગ હોસ્પિટલના તબીબ દ્વારા આપવામાં આવેલ વિગતો અનુસાર ગત તા 28/11ના સાંજના અરસામાં લક્ષ્મી ઈમ્પેક્સમાં બેભાન હાલતમાં રહેતા ગળપાદરના ચોકીદાર 46 વર્ષીય બીનોદ રામશરણ ઠાકુરને હોસ્પિટલ લઈ જવામાં આવતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.