“ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચના એ.એસ.આઈ. જયદીપસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, સુરજભાઈ વેગડા, શક્તીસિંહ ગઢવી તથા મહીપાલસિંહ પુરોહિતનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા તથા સુરેન્દ્રસિંહ ઝાલાનાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, હિતેશગર દેવગર ગોસ્વામી રહે.પ્રસાંતપાર્ક – ૦૨, મહાવીરનગર, ભુજવાળો બહારથી ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂનો જથ્થો મંગાવી પોતાના કબ્જા ભોગવટાના મોટર સાયકલથી છુટક વેચાણ કરે છે અને હાલે તેની આ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુમાં હોવાની હકીકત આધારે વોચમાં રહી તપાસ કરતા તેના કબ્જાની મોટર સાયકલ તથા તેના કબ્જાના રહેણાક મકાનેથી નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જે બાબતે હાજર મળી આવેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

:• કબ્જે કરેલ મુદ્દામાલ

  • ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો નંગ- ૪૮ કી.રૂા. ૩૨,૩૭૫/-
  • મોબાઇલ ફોન નંગ – ૧ કી. રૂા. ૫૦૦/-
  • મોટર સાયકલ રજી.નં. GJ12BD1112 કી.રૂા. ૨૫,૦૦૦/-

→ પકડાયેલ ઇસમ

  • હિતેશગર દેવગર ગોસ્વામી રહે.પ્રસાંતપાર્ક – ૦૨, મહાવીરનગર, ભુજ
  • ગુનાહીત ઇતિહાસ
  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં.૨૩૭/૨૦૧૮ પ્રોહિ ક.૬૫ (એ)(ઇ) વિગેરે
  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં.૧૧૩/૨૦૨૧ પ્રોહિ ક.૬૫ (એ)(ઇ) વિગેરે
  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં.૧૧૯/૨૦૨૧ પ્રોહિ ક.૬૬ (૧)(બી) વિગેરે
  • ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં.૫૯૩/૨૦૨૩ પ્રોહિ ક.૬૫ (એ)(એ) વિગેરે