અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાંથી હર્બલ સીરપની 14 બોટલ ઝડપાઈ

અંજાર ખાતે આવેલ મેઘપર  બોરીચીમાંથી 14 જેટલી નશાકારક હર્બલ સીરપની બોટલ પોલીસે કબ્જે કરી હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પૂર્વ બાતમીના આધારે પોલીસે મેઘપર  બોરીચીમાં ભકિતધામ ફાટકની બાજુમાં આવેલ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં આશાપુરા પ્રોવિઝન સ્ટોરમાં કાર્યવાહી હાથ ધરી હતી. આ દુકાનમાથી પોલીસને ગેરેજમ આસવ (હર્બલ સીરપ)ની 14 બોટલ  મળી આવી હતી. જેની કિંમત રૂા. 2100 આંકવામાં આવી છે. પકડાયેલ જથ્થા અંગે દુકાનદારને પૂછપરછ કરતાં તે આધાર પુરાવા રજૂ કરી શકયો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.