યશોદા માતાની ભૂમિકા ભજવતી સરકાર ખરા અર્થમાં બાળકોના પોષણની ચિંતા કરી રહી છે

ગુજરાત સરકાર દ્વારા રાજયના બાળકો તંદુરસ્ત અને સ્વસ્થ જીવન વ્યતીત કરે તે માટે ખાસ ચિંતા કરવામાં આવી રહી છે. બાળકોના પોષણથી લઇને રસીકરણ સહિતની અનેક યોજનાઓ અને સુવિધા આજે ઉપલબ્ધ છે. આમ, રાજય સરકાર ખરાઅર્થમાં યશોદામાતા ભૂમિકા ભજવી રહી છે. જેના કારણે જ મારુ બાળક આજે તંદુરસ્ત છે તેવું ખૂશ્બુબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું. સુખપર ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત બાલશક્તિ પેકેટના લાભાર્થી ખૂશ્બુબેન ઉપાધ્યાય જણાવ્યું હતું કે, આંગણવાડીના માધ્યમથી મને માસિક જે પેકેટ આપવામાં આવે છે. તેમાંથી હું મારા બાળકને પોષણ મળી રહે તે માટે રોજ શીરો બનાવીને જમાડું છે. મારૂ બાળક છ માસનું થયું ત્યારે આ જ પકેટમાંથી શીરો બનાવીને પ્રથમ અન્નપ્રાશન કરાવ્યું હતું.