ભુજ તાલુકાનાં રાયધણપરની મીઠી નદી પાસે પૂરવેગે દોડતા ટ્રેઈલરના કારણે અકસ્માતની ભીતી

copy image

copy image

ભુજ ખાતે આવેલ રાયધણપર ગામની મીઠી નદી પાસે દરરોજ નાની મોટી અકસ્માતની ઘટના બની રહી છે. અહીંથી પુરપાટ-બેદરકારીથી પસાર થતાં મીઠાંનાં ટ્રેઇલરો લોકોના જીવ પર જોખમ સર્જી રહ્યાં છે. આ ગ્રામ્ય વિસ્તારમાંથી દોડતા મીઠાં ભરેલાં ટ્રેઇલરો રાયધણપર ગામની નદીનાં ચઢાણને પાર કરવા સામે છેડેથી પૂરવેગે દોડાવવામાં આવી રહ્યા છે. જેમાંથી અમુક ટ્રેઇલરો નદીનું ચઢાણ ચડી ન શકતા પાછા ફરે છે અથવા તો નદીમાં ઉથલી પડે છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આ ટ્રેઇલરો નદીમાં પાછા પડીને ઉથલે ત્યારે ટ્રેઇલરની પાછળ આવતાં વાહન, રાહદારી, ગાયોના ટોળાં તેની નીચે કચળાઈ જાય તેવી સંભવાના રહેલી છે. અહી નોંધનીય બાબત એ છે કે મીઠાંનાં આ ટ્રેઇલરોમાં મોટાભાગે નંબર પ્લેટ પણ જોવા મળતી નથી,   ઉપરાંત પૂરવેગે ટ્રેઈલર દોડવાતા ટ્રેઇલરના ચાલકો એક હાથે મોબાઇલમાં વ્યસ્ત રહે છે. ગત  બુધવારે પણ મીઠું ભરેલ એક ટ્રેઇલર રાયધણપરની નદીમાં ચઢાણ ન ચડી શકતાં ઉથલી પડયું હતું સદભાગ્યે કોઈને ઇજા થઈ ન હતી.