ભુજ બસ સ્ટેશન વિસ્તારમાંથી 15 કિલો પ્લાસ્ટિકની થેલીઓ કબ્જે કરવામાં આવી
ભુજ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા બે દિવસમાં 15 K.G. જેટલી પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ કબ્જે કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત દિવસે ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં સુધરાઈ દ્વારા ફેરિયાઓને ટ્રાફિકને અડચણરૂપ ન ઊભવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા સમજાવવા સાથે બે દિવસમાં 15 કિલો જેટલી પ્લાસ્ટિકની થેલીઓ હસ્તગત કરાઈ હતી તેમજ આ થેલીઓથી થતા નુકસાન અંગે પણ ફેરિયાઓને સમજાવવા સહિત તેનો ઉપયોગ ન કરવા તાકીદ કરાઈ હતી. મળેલ માહિતી મુજબ આગામી દિવસોમાં હજુ પણ ધંધાર્થી દ્વારા આવી થેલીઓનો ઉપયોગ બંધ નહીં કરવામાં આવે તેઓને દંડિત કરાશે.