ભુજમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દિન નિમિત્તે પ્રદુષણ નિયંત્રણ અંગે જાગૃત્તિ લાવવા રૂટ માર્ચ યોજાઇ

રાજ્ય સરકારના પરિપત્ર મુજબ પ્રદુષણ નિયંત્રણ દિન નિમિત્તે “6 ડીસેમ્બર નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ દિન”ની ઉજવણી પ્રસંગે બાઇક રેલી રદ્દ કરી પગપાળા રેલી ભુજ નાગરિક સંરક્ષણ કંટ્રોલરૂમ, મામલતદાર કચેરી પાસે થી જ્યુબીલી ગ્રાઉન્ડ સુધી તાલીમ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.ડી. ચાવડા, ચિફ વૉર્ડનશ્રી ચિરાગભાઇ ભટ્ટ અને હેડ કલાર્કશ્રી એસ.એન.ચાવડા, વૉર્ડનશ્રી વિભાકરભાઇ અંતાણી તેમજ ભુજ શહેર હોમગાર્ડ દળના ઓ.સી. વી.કે. પટ્ટણીની આગેવાની હેઠળ નાગરિક સંરક્ષણ દળના વૉર્ડન તેમજ હોમગાર્ડઝના મહિલા સહિતના હોમગાર્ડ સભ્યો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. જેમાં વિવિધ સુત્રોચાર જેવા કે, પર્યાવરણ બચાવો, નાગરિક સંરક્ષણ હોમગાર્ડમાં જોડાવ દેશની સેવા કરો, સીમાડાની રક્ષા સૈનિક કરેગા, નગરાની રક્ષા નાગરિક કરેગાના સુત્રોચાર સાથે પ્રદુષણને નિયંત્રણમાં લાવો તેવા મહત્વના કાર્યક્રમો સાથે રૂટ માર્ચ યોજાયો હતો તથા નાગરિકોને જાગૃત્તિ અંગેનો સંદેશો આપેલ હોવાનું શ્રી ચાવડાએ જણાવ્યુ હતું .