મુંદ્રા સોપારી કાંડના ચકચારી પ્રકરણમાં વધુ એક શખ્સ પોલીસના સકંજામાં
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, મુંદ્રાના સોપારી કાંડના ચકચારી પ્રકરણમાં વધુ એક આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. મળેલ માહિતી અનુસાર મુંદ્રાના સોપારી કાંડના ચકચારી પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને દિલ્હીથી પકડી પાડ્યો છે. આ ચકચારી પ્રકરણમાં પોલીસે અત્યાર સુધી નવ આરોપીને જેલના હવાલે કર્યા છે. પોલીસે દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મનીષકુમાર જૈનના વહીવટી કામ સંભાળતો આરોપી દેવેન્દ્રકુમાર ઉર્ફે રાહુલ ઉર્ફે દેવેન્દ્ર જૈન સન ઓફ ગંગારામ ઠાકુરની અટક કરી લીધી હતી. જેને રિમાન્ડની માંગ સાથે મુંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અદાલતે આ આરોપીના તા. 9/12 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પકડાયેલ આરોપી દિલ્હીમાંથી દુબઈમાં રહેતા મનીષ જૈનના કહેવા અનુસાર સોપારીની ગાડીઓને મુંદ્રાથી દિલ્હી પહોંચાડવા સબબનાં બિલનું કામકાજ સંભાળતો હોવાનું સામે આવ્યું છે.