copy image

રાપરમાં ધોળા દિવસે છરીની અણીએ 12 લાખની લૂંટના ચકચારી પ્રકરણમાં છ શખ્સ જેલના હવાલે

copy image

 

 રાપરમાં ધોળા દિવસે છરીની અણીએ 12 લાખની લૂંટના ચકચારી પ્રકરણમાં છ શખ્સોને પોલીસે જેલના હવાલે કર્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર છરીની અણીએ 12 લાખની લૂંટના ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં આ ગુનાનો ભેદ ઉકેલીને છ આરોપીની અટક કરી હતી. નાયરા પેટ્રોલ પંપના કર્મચારી લાલુભા દોલુભા જાડેજા, કિશોર સોઢા ગત તા. 27/11ના સવારના સમયે પેટ્રોલપંપના નાણાં જમા કરાવતા સમયે છરીની અણીએ તેમને લૂંટી લેવામાં આવ્યા હતા. આ બનાવમાં આરોપીઓને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો હતો. જેના પગલે તમામ આરોપીઓને પોલીસે ઝડપી ગણતરીના દિવસોમાં આ બનાવનો ભેદ ઉકેલી લીધો છે. મળેલ માહિતી અનુસાર પકડાયેલા આરોપી પાસેથી રોકડા રૂા. 11,03,210 તથા લૂંટ માટે ઉપયોગમાં લેવાયેલ વાહન અક્ટિવા, એચ.એફ.ડીલક્ષ બાઇક તથા ચાર મોબાઈલ ફોન સહિતનાનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે.