ભુજ તાલુકાનાં થરાવડા-વરલી સીમની વાડીમાંથી 64 હજારના વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

FIR-1

copy image

ભુજના નાના થરાવડા અને વરલી ગામના સીમ વિસ્તારમાં આવેલ વાડીમાંથી 64 હજારના વાયરની તસ્કરી થતાં પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ મામલે નાના થરાવડા-વરલી સીમના ખેડૂત હરેશભાઈ સામજીભાઈ ભગતએ ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 1/12ની રાત થી બીજા દિવસની સવાર સુધીના સમયગાળા દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમ તેમની તથા સાહેદની વાડીઓ પરથી આઠ એમ.એમ. અલગ-અલગ કુલ 810 ફૂટ કોપર કેબલ જેની આશરે કિ. રૂા. 64,300ની તસ્કરી કરી પલાયન થઈ ગયેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.