અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીની જમીનો પર ગેરકાયદેસર કબ્જો કરી લેવાતા લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાઈ
copy image

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીની સીમમાં બે શખ્સો દ્વારા બે જુદી જુદી જમીનો પર ગેરકાયદેસર કબ્જો કરી લેવામાં આવતા આ અંગે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર શહેરના વોર્ડ 12-સીમાં રહેનાર જયંતીલાલ લાલજી કેરાઇ દ્વારા જકુબેન મેરા કોળી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મળેલ માહિતી મુજબ ફરિયાદીના પિતા અને તેમના ભાગીદારોએ અગાઉ મેઘપર કુંભારડી સીમ સર્વેમાં જમીન ખરીદી હતી. તેમના પિતાના અવસાન બાદ આ જમીન ફરિયાદીના નામે થઇ હતી. આ જમીન પર આરોપી દ્વારા ઝુંપડું, મંદિર તથા વાડો બનાવી કબ્જો કરાયો હતો. જે મામલે જિલ્લા સમાહર્તા સમક્ષ રજૂઆત કરાયા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત વધુ એક ફરિયાદ જેસંગ રણછોડ કોળી વિરુદ્ધ અશોક કરશન બલદાણિયા દ્વારા અંજાર પોલીસ મથકે કરવામાં હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી અને તેમના ભાગીદારએ મેઘપર કુંભારડીની સીમમાં જમીન ખરીદેલ હતી. પાંચ-છ વર્ષ અગાઉ આરોપીએ તેમની આ જમીન પર કાચા મકાનો, ગાય, ભેંસ બાંધવા વાડો કરી દબાણ કરી દીધેલ હતું. જમીન ખાલી કરવા માટે વારંવાર કહેવા છતાં પણ જમીન ખાલી કરવામાં ન આવતા આ અંગે લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.