બાઇક સ્લીપ થતાં 18 વર્ષીય નવયુવાનનું માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્યાન મોત
બાઇક સ્લીપ થતાં 18 વર્ષીય નવયુવાનને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજયું હતું. મળેલ માહિતી અનુસાર દેવપરમાં ગત તા. 25/11ના રોજ આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર દેવપર ખાતે કામ અર્થે બાઈકથી જતા મોટાબાપુ અને પૌત્રની બાઈક સ્લીપ થતા પૌત્ર એવા 18 વર્ષીય નવયુવાન વિક્રમસિંહ સુરુભા જાડેજાને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે નખત્રાણા પોલીસ મથકે નોંધાવવામાં આવેલ વિગતો અનુસાર ગત તા. 25/11ના ફરિયાદીના મોટાભાઈ ભગવાનજી ઉર્ફે ભગુભા સુરુભા જાડેજાનો તેમને ફોન આવેલ હતો અને તેમણે જણાવેલ કે, તે તથા વિક્રમસિંહ તેમની લઈ દેવપર (યક્ષ) કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમ્યાન સુખસાણ બાજુ બાઈક સ્લીપ થઈ જતા બન્ને પડી ગયા હતા અને વિક્રમસિંહને માથાના ભાગે લાગી ગયેલ હતું. ગંભીર ઇજાઓના પગલે વિક્રમસિંહને 108 મારફતે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતો. વિક્રમસિંહને નાના મગજમાં હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચતા છ દિવસની સારવાર બાદ તા. 2/12ના તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ અંગે બાઈક ચાલક ભગવાનજી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી નખત્રાણા પોલીસે કાર્યવાહી આરંભી છે.