નખત્રાણા તાલુકાનાં બબર ગામમાં મંદિરના પુજારીને ધોકા વડે માર મરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
નખત્રાણા તાલુકાનાં બબર ગામમાં આશાપુરા મંદિરના પુજારીને માર મરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર બબર ગામમાં આશાપુરા મંદિરના પુજારીને રસ્તા બાબતે માર મરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે આશાપુરા મંદિરના પુજારી વિશ્રામપુરી શંકરપુરી ગોસ્વામી દ્વારા નિરોણા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આશાપુરા મંદિરના રસોડાનો પાયો ખોદતા હતા.એ સમયે આરોપીએ આવી મંદિરના રસોડાની પાછળનો રસ્તો ભેંસોને પાણી પીવા માટેનો છે.તેવું કહી ફરિયાદીને ધોકા વડે માર મારી નીચે પાડી દીધેલ હતા. થયેલ બનાવમાં ફરિયાદીને કપાળના ભાગે ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.