લખપત તાલુકાના સરહદી ગામોને જોડતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં
લખપત તાલુકાના સરહદી ગામોને જોડતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ મુદ્દે અનેક વખત રજૂઆત કર્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા નાના મોટા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લખપત તાલુકાના ગામોના રોડ લાંબા સમયથી ન બનતાં વાહન ચાલકો લાંબા સમયથી મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ અંગે તાત્કાલિક નવા રોડ બને એવી માંગ રોડાસરના સરપંચ અબુભક્કર જત દ્વારા કરવામાં આવી હતી.