ભુજનું નવનિર્માણ પામતું બસ સ્ટેશન ઉદ્ધઘાટન પૂર્વે જ બન્યું દારૂડિયાઓનો અડ્ડો
ભુજનું બસ સ્ટેશન લગભગ સુધી તૈયાર થઈ ગયેલ છે. જેનું ઉદઘાટન પણ હજુ કરાયું નથી. પરંતુ અહીની હાલત જોઈની લાગી રહ્યું છે કે, અમુક અસામાજિક તત્વોએ તેની પોતાનો અડ્ડો બનાવી લીધો છે. આ અંગે સૂત્રો દ્વારા મળતિ માહિતી અનુસાર બસ સ્ટેશનની હદમાં દારૂની બોટલો જોવા મળી રહી છે. આ જોવા મળતી દારૂની બોટલો પરથી જાણી શકાય છે કે, અહીં રાતમાં અંધારાનો લાભ લઇ અમુક અસામાજિક તત્વો કે જેઓ નશાના બંધાણીઓ પોતાના શોખની તૃપ્તિ કરી રહ્યા છે. આવા અસામાજિક તત્વોને સમયસર કાબૂમાં લેવામાં નહીં આવે તો બસ સ્ટેશનના ઉદઘાટન બાદ બસ સ્ટેશનની હાલત ખૂબ ખરાબ થવાની પૂરેપુરી શક્યતાઓ જણાઈ રહી છે.