મહેસાણાના વિજાપુરમાં યાત્રાના નામે રૂ.1.85 લાખ પડાવી લેવાયા
મહેસાણા ખાતે આવેલ વિજાપુરમાં યાત્રાના નામે 1.58 લાખની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં વિજાપુર તાલુકાનાં કુકરવાડા ગામે યાત્રા કરાવવાના નામે છેતરપિંડી આંચરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર હરિદ્વાર લઈ જવાના નામે લોકો પાસેથી રૂ.3 હજાર ઉઘરાવવામાં આવ્યા હતા. જેમાં આરોપીએ યાત્રાના નામે કુલ રૂ.1.85 લાખ પડાવી લીધા છે. ત્યાર બાદ રૂપિયા પડાવી હરિદ્વાર ન લઈ જઈ છેતરપિંડી આચરવામાં આવી છે. મહેસાણાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામમાં હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવાનું કહેલ હતુ. જેમાં ફ્રી સેવાના નામે અનેક લોકો પાસેથી રૂપિયા 3000 ઉઘરાવ્યા હતા. આમ કુલ રૂપિયા 1.85 લાખ ઉઘરાવી લીધા ઉપરાંત પણ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવી લીધા હતા.આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.