ભુજમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી

ભુજમાં બોર્ડરવિંગનાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. જે કાર્યક્રમમાં કચેરીને રંગબેરંગી લાઇટો તેમજ અન્ય વસ્તુઓથી સુશોભિત કરાઈ હતી. નવી દિલ્હી ભારત સરકારનાં ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા તા.૨૯/૬/૧૯૭૯માં બનાસકાંઠા તેમજ ભુજમાં બે બટાલિયનો બોર્ડરવિંગની સ્થાપના કરાઈ હતી. ૬ ડિસેમ્બરની ઉજવણી અર્થે ઇન્ચાર્જ બટાલિયન કમાન્ડન્ટ અને પોલીસ અધીક્ષક મહેન્દ્ર બગડિયા અને ના.પો. અધીક્ષક ઝનકાંતના માર્ગદર્શન હેઠળ કચેરીમાં સુશોભન, લાઇટિંગ વગેરે કરવામાં આવેલ હતું ઉપરાંત આ પ્રસંગની ઉજવણી વિશે ગુજરાત ચેનલમાં જીવંત પ્રસારણ નિહાળવામાં આવેલ હતું. આ પ્રસંગે સ્ટાફ ઓફિસર પી.ઝેડ. જાડેજા, આર.કે.ભટ્ટુ, પી.ડી. ઝાલા તથા સર્વે બટાલિયન સ્ટાફ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી અંગે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું.