નખત્રાણા ખાતે આવેલ નેત્રા ગામની આંગણવાડી બિસ્માર હાલતમાં

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ નેત્રા ગામના મફતનગરમા આવેલ આંગણવાડીની બિસ્માર હાલતને લઈને ગામ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આંગણવાડીની તમામ બારીઓ, મેઈન ગેટ, સંડાસ-બાથરૂમના દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તેમજ અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકાનુ ઢાંકણું જ નથી. આ આંગણવાડીમાં 112 બાળકો આવે છે, તેમને તથા આંગણવાડીની બહેનોને શૌચક્રિયા માટે તકલીફનો સામનો કરવો પડે છે. બારીઓ ખુલ્લી રહેતા બાળકોને ઠંડીનો સામનો કરવો પડે છે. અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકાનુ ઢાંકણ ન હોઈ બાળકોના જીવને પણ જોખમ છે. ગટરલાઇનનુ જોડાણ પણ થયું નથી. આ મામલે આંગણવાડીનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.