વાગડમાં 17 વર્ષીય ગર્ભવતી કિશોરીએ જંતુનાશક દવા ગટગટાવી કર્યો આપઘાત

copy image

 ભચાઉના એક ગામમાં 17 વર્ષીય કિશોરીએ જંતુનાશક દવા ગટગટાવી જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભચાઉના એક ગામમાં રહેનાર 17 વર્ષીય કિશોરીએ ગત તા. 6/12ના બપોરના અરસામાં જંતુનાશક દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતી જ્યાં તે ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. હોસ્પીટલમાં  સારવાર દરમ્યાન આ કિશોરીએ ગત દિવસે જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે વધુ તપાસ કરતાં જાણવા મળેલ હતું કે, ભરૂડિયાના એક શખ્સે કિશોરીને ચારેક માસ પૂર્વે મોબાઇલ લઇ આપ્યો હતો જેમાં તે તેની સાથે વાતો કરી લલચાવી ફોસલાવી કિશોરી પાસે જઇ શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી હતી. આ શખ્સે કિશોરીને હેરાન-પરેશાન કરી તેને આપઘાત કરવા મુજબૂર કરતાં ભોગ બનનારે જંતુનાશક દવા પી લઇ મોત મોતને ભેટો કર્યો હતો. આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.