પૂર્વ કચ્છમાં દારૂના જુદા જુદા 36 ગુનામાં સામેલ આરોપી મધ્યસ્થ જેલ હવાલે
copy image

પૂર્વા કચ્છના બુલેટગર સામે પાસાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પૂર્વ કચ્છમાં દારૂના જુદા જુદા 36 ગુનામાં સામેલ નામીચા આરોપી સામે પાસા તળે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસ દ્વારા આરોપી રામા વજાભાઈ ભરવાડ વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન અને અંજાર પોલીસ મથકમાં ગુના દર્જ થયા હતા. આ આરોપી વિરુદ્ધ પાસા તળે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા આ દરખાસ્તને મંજૂર કરી વોરન્ટ જારી કરી દેવામાં આવ્યું હતું. પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડીને અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.