મીરજાપરના યુવાનની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો : છ આરોપીઓ પોલીસના સકંજામાં

copy image

copy image

મિરજાપરના યુવાનની હત્યાનો ગણતરીના કલાકો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ અંગેની તપાસમાં આ હત્યા માટે આડા સંબંધ નિમિત બન્યાનું જાણવા મળ્યું છે. ગત દિવસે ભુજના સુખપર-નાગથડા વચ્ચે મિરજાપરના 23 વર્ષીય યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવેલ હતી. આ હત્યાનો ભેદ ઉકેલી તેમાં સામેલ છ આરોપીને જેલના હવાલે કરી દેવામાં આવેલ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર મૃતક દિનેશ ઉર્ફે સુનીલને સંલગ્ન મહિલા સાથે મુખ્ય આરોપી એવા ઈબ્રાહીમ કુંભાર સાથે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આડા સંબંધ હતા, જેની જાણ મૃતકને હોવાથી આ મુદ્દે તે અવાર-નવાર ઈબ્રાહીમ સાથે ઝઘડા કરતો હતો. આ રોજના ઝગડાઓ અને માથાકૂટથી કંટાળીને તેને માર મારવા માટે મુખ્ય આરોપીએ તેના સહઆરોપીઓનો સંપર્ક કર્યો હતો. ગત ગુરુવારે દિનેશ ઉર્ફે સુનીલ લગ્ન પ્રસંગે સુખપર ગયેલ હતો, ત્યારે આરોપીઓ તેને બોલાવીને નદી કિનારે લઈ ગયા હતા. અને ત્યાં પણ આ જ મુદ્દે આરોપીઓ તથા મૃતક સુનીલની ઝપા ઝપી થઈ હતી, જેમાં આરોપીઓએ સુનીલના ડાબા પડખે છરીના ઘા તેમજ માથામાં બોથડ પદાર્થનો વાર કરી તેની હત્યા કરી દીધી હતી. આ ગુનામાં સામેલ છ શખ્સને પોલીસે ઝડપી જેલના હવાલે કરી દીધા છે. તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.