ગાંધીધામમાં ચાર શખ્સોએ ધોકા અને છરી વડે કર્યો હુમલો : બે ઘાયલ

copy image

copy image

 

ગાંધીધામમાં ચાર શખ્સો દ્વારા ધોકા અને છરી વડે હુમલો કરાતા બે યુવાન ઘાયલ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત તા.4/12 ના ગાંધીધામના કાર્ગો એકતા નગર ઝુંપડા રેલવે પાટ પાછળ રાતના નવ વાગ્યાના સમયગાળામાં બન્યો હતો. આ મામલે રાપરના ફરિયાદી રહિલ ઉર્ફે પપ્પુ આમદભાઈ કુંભારએ આરોપી શખ્સો સામે ફરીયાદ નોંધાવેલ હતી. મળેલ માહિતી અનુસાર પ્રેમિકા સાથે નિકાહ કરવાના મુદ્દે ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદી પર ઉધી છરી અને લાકડી વડે હુમલો કરી દીધો હતો ઉપરાંત ફરીયાદીના મિત્ર પર પણ હુમલો કરી દેતા તેને પણ અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. થયેલ બનાવમાં હાથા-પાઈ દરમ્યાન ફરીયાદીના મોબાઈલ ફોન તથા રોકડા રૂા.32 હજાર પડી જતા તે પણ આરોપીઓ તે લઈને નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.