રાપરમાં જાનથી મારી નાખવાના ઇરાદે 22 વર્ષીય યુવાન પર હુમલો
copy image

રાપરમાં પોલીસ મથકથી 500 મીટર દૂરના વિસ્તારમાં જ 22 વર્ષીય યુવાન પર જાનથી મારી નાખવાના આશયથી અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો. જે મામલે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. રાપરના વસાવાંઢ ડાભુંડામાં રહેનાર 22 વર્ષીય ઇસા ઉર્ફે ઇશ્વર લીલાભાઇ કોળી પર ગત તા. 4/12થી 6/12 દરમ્યાન આ જીવલેણ હુમલો કારાયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતો, આ યુવાન હજુ પણ બેભાન હાલતમાં હોવાથી આ બનાવ અંગે રાજુ ભલાભાઇ કોળી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર રાપર ખાતે ઇસા ઉર્ફે ઇશ્વરને કોઇ અજાણ્યા શખ્સોએ માથામાં તથા ગળામાં પ્રાણઘાતક બોથડ હથિયાર વડે માર માર્યો હતો ઉપરાંત ગળામાં ટૂંપો દઈ અને હાથમાં, પગમાં પણ માર માર્યો હતો. મોત નિપજાવવાના કૂઇરાદે હુમલો કર્યા બાદ આરોપીઓ તેને પોલીસ મથકથી 500 મીટર દૂર આવેલ વિકાસ વાડીના ખંડેર ક્વાર્ટરમાં ફેંકી દઇને પલાયન થઈ ગયા હતા. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.