પ્રધાનમંત્રીશ્રી મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે

copy image

copy image

પ્રધાનમંત્રીશ્રી મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પ્રધાનમંત્રીશ્રી મોદી આગામી 17 ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવશે અને સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્દઘાટન કરશે. આ ટર્મિનલ 1800 પ્રવાસીઓ સમાઈ શકે તેટલી ક્ષમતા વાળી બનાવવામાં આવેલ છે. નવા ટર્મિનલમાં 5 એરોબ્રિજ તૈયાર કરાયા છે. કસ્ટમ ઈમિગ્રેશન અને ચાકિંગ કાઉન્ટરની સંખ્યામાં પણ વધારો થયેલ છે. ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 2 એક્ઝિક્યુટીવ લોન્જ બનવાવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીશ્રી મોદી નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્દઘાટન માટે આવવાના હોવાથી તંત્ર પણ તૈયારીમાં છે.