ભુજમાં નરનારાયણ નગર સોસાયટીમાં આવેલ ખુલ્લા પ્લોટમાં ફેલાયેલી ગંદકીના કારણે લોકોને ત્રસ્ત
ભુજ શહેરના નરનારાયણ નગર સોસાયટીમાં આવેલ ખુલ્લા પ્લોટમાં ફેલાયેલી ગંદકીના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત આ ખુલ્લા પ્લોટને શ્રી સરકાર દાખલ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે પ્રાંત અધિકારીને નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ હતું. ભુજના ત્રિમંદિર સામે આવેલી નરનારાયણ નગર સોસાયટીમાં 600થી વધુ પ્લોટ આવેલા છે, જેમાં ખુલ્લા પ્લોટમાં ગંદકીનું પ્રમાણ ખૂબ વધી ગયેલ હોવાથી આસપાસના રહેવાસીઓ ત્રસ્ત બની ચૂક્યા છે. આ ફરિયાદને પગલે કલેક્ટર દ્વારા ઉપરોક્ત સમસ્યા ટૂંક સમયમાં ઉકેલવા તેમજ નિયમ અનુસાર કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.