ન્યૂડ કોલીંગ ગેંગનો થયો પર્દાફાશ : ન્યૂડ કોલીંગ ગેંગના બે શખ્સો પોલીસના સકંજામાં
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, ન્યૂડ વીડિયો કોલ કરી પૈસા પડાવી લેવાનો કાળો કારોબાર હવે દુનિયાની સામે આવી ગયો છે. જેમાં વડોદરા સાયબર ક્રાઈમે 2 શખ્સોની અટક કરી લીધી છે. ઉપરાંત મળેલ માહિતી અનુસાર રાજસ્થાનથી ઝડપાયેલા 2 આરોપી 3 દિવસના રિમાન્ડ પર છે. આ ન્યૂડ કોલીંગ ગેંગે કેમિકલના વેપારીને પોતાના નિશાને લીધો હતો. માહિતી મળી રહી છે કે, ઝડપાયેલા આ આરોપીઓ યુવતી બનીને ચેટિંગ કરી રહ્યા હતા. જેમાં ન્યૂડ વીડિયો કોલિંગ કરી વેપારીને બ્લેકમેલ કરેલ હતો. જેમાં CBI ઓફિસરના સ્વાંગમાં રૂપિયા 3.33 લાખ પડાવી લીધા હતા. વડોદરા શહેરમાં ન્યૂડ વીડિયો કોલિંગ કરીને રૂપિયા પડાવતી ગેંગના બે શખ્સો પોલીસના સકંજામાં આવી ગયેલ છે.