નારણપુરામાં એક વૃદ્ધાના હાથમાથી બાળકને ઝૂંટવીને ભાગનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

નારણપુરામાં એક વૃદ્ધાના હાથમાથી બાળકને ઝૂંટવીને ભાગનાર નશેડી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર નારણપુરામાં રહેતા 64 વર્ષીય વુદ્ધા તેમના 1.7 વર્ષના પૌત્રને લઇને મંદિરે દર્શન કરવા જઈ રહયા હતા તે દરમ્યાન એક યુવક આવીને વુદ્ધાના હાથમાંથી બાળકને ઝૂંટવીને ત્યાંથી ભાગ્યો હતો. જોકે, વુદ્ધાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ યુવકને પકડી પાડીને બાળકને છોડવી લીધેલ હતું. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા હાથ ધરવામાં આવેલ તપાસમાં આ શખ્સ દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.