સુરત ખાતે આવેલ સરથાણામાં પાર્ક કરેલ બે બાઈકમાં આગ ભભૂકી ઉઠતાં બાઇક બળીને ખાખ

copy image

copy image

સુરત ખાતે આવેલ સરથાણા વિસ્તારમાં ગોકુલમ સોસાયટીમાં પાર્ક કરેલી બે બાઈકમાં અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળતા ટૂંક સમયમાં જ બંને બાઇક બળી ખાખ થઈ ગઈ હતી.  બનાવને પગલે સ્થાનિક લોકોએ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્ન કરેલ પરંતુ આગ પર કાબૂ ન મેળવાતા ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી જોકે, આગ કાબૂમાં લેવામાં આવે એ પહેલા બન્ને બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી.