અમદાવાદ પોલીસે 2.60 કરોડની દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી નાખ્યું
copy image

અમદાવાદમાં 2.60 કરોડની દારૂની બોટલો પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અમદાવાદમાં પોલીસ દ્વારા ઝોન 6 માં 7 પોલીસ સ્ટેશનમાં આશરે 750 ગુનામાં 1 લાખ 72 દારૂની બોટલ હસ્તગત કરવામાં આવી હતી. જેની અંદાજે કિંમત 2 કરોડ 60 લાખ જેટલી થાય છે. મળેલ માહિતી મુજબ પોલીસે આ તમામ દારૂનો નાશ કર્યો હતો અને તેના પર બુલડોઝર ચલવી દીધું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આવનાર સમયમાં અન્ય વિસ્તારમાં પણ આ રીતે દારૂનો નાશ કરવામાં આવશે તેવી વિગતો જણાઈ રહી છે.