વડોદરામાંથી 35 લાખની કિંમતની કુલ 12 હજાર દારૂની બોટલો ભરેલ ટ્રક સાથે એક શખ્સ પોલીસના સકંજામાં

copy image

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારની દારૂની હેરાફેરીના કેસો સામે આવી રહ્યા છે.ત્યારે 35 લાખની કિમતની કુલ 12,876 વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો ભરેલ ટ્રક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, પોલીસે વડોદરામાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર વડોદરામાં જિલ્લા પોલીસની LCB ટીમ દ્વારા વિવિધ સ્થાનો પર તપાસ કરાઈ રહી હતી. તે દરમ્યાન ખાનગી રહે મળેલ બાતમીના આધારે જરોદ રેફરલ ચોકડી પર પોલીસ દ્વારા વોચ ગોઠવી અને ગોધરા થી વડોદરા તરફથી આવી રહેલ બાતમી વાળી ટ્રકને સાથે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં કુલ 35 લાખની કિમતની કુલ 12,876 વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે. આ મામલે પોલીસે ટ્રકના ચાલકની અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.