લખપત ખાતે આવેલ દયાપર ગામ નજીક હાઇવે પરના પુલ પર અકસ્માતની ભીતી
લખપત ખાતે આવેલ દયાપર ગામ પાસે નાની વિરાણી બાજુ જતા વાહનોથી સતત ધમધમતા રહેતા હાઇવે પરનો પુલ બિસ્માર હાલતમાં જણાઈ રહ્યો છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ પૂલ લાંબા સમયથી જોખમી બનતાં મોટો અકસ્માત થવાનો ડર લોકોમાં જોવા મળી રહ્યો છે. આ પુલની એક તરફ તો દીવાલ પણ નથી. તંત્રની બેદરકારીના કારણે લાંબા સમયથી જોખમી બનેલા આ પુલ પર મોટો અકસ્માત થવાનો ભય વાહન ચાલકોમાં ચિંતાનું પ્રમાણ વધારી રહ્યો છે. આ પુલ ક્યારે નવો બનશે..? તેવા સવાલ લોકો દ્વારા ઉઠી રહ્યા છે.