બેનામી લેવડ દેવડ અધિનિયમ હેઠળ હાલમાં કુલ ૬૯૦૦ કરોડ રૂપિયાની સંપતિઓ જપ્ત કરી છે
જાણવા મળતી વિગતો અનુસાર આવકવેરા વિભાગ દ્વારા બેનામી લેવડ દેવડ અધિનિયમ હેઠળ હાલમાં કુલ ૬૯૦૦ કરોડ રૂપિયાની સંપતિઓ જપ્ત કરી છે. એજન્સીએ મંગલવારે આ અંગે મુખ્ય અખબારોમાં જાહેરાત કરી હતી. જેમાં એમ જણાવામાં આવ્યું હતું કે જે લોકો બેનામી વ્યવહાર કરે છે અને જેના નામે બેનામી સંપતિ છે. તેમજ લાભાર્થી કે જે તેના માટે પૈસા આપે છે. પર અભિયોજના ચલાવાઈ શકે છે. અને ૭ વર્ષ સુધીની સજા થઈ શકે છે. અને આ સિવાય તેમને બેનામી સંપતિના યોગ્ય માર્કેટ મુલ્ય પર ૨૫ ટકા સુધીનો દંડ પણ આપી શકે છે.