મુંબઈના મલાડ વિસ્તારમાં એક 25 વર્ષીય યુવકની હત્યા કરી નાખવામાં આવી
મંગળવારે સવારે મુંબઈના મલાડ વિસ્તારમાં એક 25 વર્ષીય યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. જાણવા મળતી વિગત અનુસાર યુવકની તેની ગર્લફ્રેન્ડના બે ભાઈઓએ માર મારીને હત્યા કરી નાખી હતી.જેમાં
પોલીસે જણાવ્યું હતું કે સૈફ અલી શરાફત અલીને તેની પાડોશમાં રહેતી એક યુવતી સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે બંને લગ્ન કરવાના હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે અલી અને યુવતીના સંબંધનો યુવતીના બંને ભાઈઓ વિરોધ કરી રહ્યા હતા. આ માટે જ યુવતીના બંને ભાઈઓ વસીમ બદરુદ્દીન ખાન (ઉં.વ.19) અને અજમલે (ઉં.વ.23) યુવકની હત્યા કરી નાખી હતી.